25 વર્ષથી આસ્થાભેર મુંબઈથી માતાનામઢ આશાપુરામાના દર્શન કરવા સાઈકલયાત્રા કરી આવતા યાત્રી માટે આ વખતની યાત્રા અંતિમયાત્રા બની
copy image
25 વર્ષથી આસ્થાભેર મુંબઈથી માતાનામઢ આશાપુરા માના દર્શન કરવા સાઈકલયાત્રા કરી આવતા યાત્રી માટે આ વખતની યાત્રા અંતિમયાત્રા બની હતી. આ યાત્રામાં માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. ગત શનિવારના દિવસે નવસારીથી નીકળતી વખતે થયેલ માર્ગ અકસ્માતમાં આ યાત્રીનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્રના નારાયણભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવસેના સાઈકલ યાત્રા ગ્રુપ સાથે વલસાડના સેવા કેમ્પમાં વિરામ કરી આગળની યાત્રા શરૂ કરી હતી અને નવસારી ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યાર બાદ ગત શનિવારે કચ્છ તરફ આવતા સમયે માર્ગ અકસ્માતમાં તેમનો જીવનદીપ બુઝાયો હતો.