મુંદ્રા ખાતે આવેલ ધ્રબ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર ચાલકને મુંદ્રા પોલીસે ઝડપી પાડ્યો
copy image

મુંદરા ખાતે આવેલ ધ્રબ ગામ નજીક ગત તા. 29-9ના સર્જાયેલ અકસ્માતમાં બેદરકારીપૂર્વક છકડો ચલાવનાર શખ્સને મુંદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મોટરસાઈકલથી જતા મુસ્તાક અદ્રેમાન સાંધને ધ્રબના કબ્રસ્તાન નજીક આરોપીએ ટક્કર મારતા ગંભીર અક્સ્મ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સને પૂછતાછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો સ્વીકાર કર્યો હતો. પોલીસે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.