કોઈ પણ જાતની ડીગ્રી વગર પોતાની ડોકટર તરીકેની ઓળખ આપી પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમ પોલીસ મથકે હાજર હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ભચાઉ તરફ જતાં હાઈવે સર્વિસ રોડની બાજુમાં આવેલ આજવા પાર્કિંગની અંદર રામદેવપીર મોબાઇલ શોપની બાજુમાં આવેલ શટલવાળી દુકાનમાં ડો.ઈશ્વરલાલ રામપ્રસાદ આહીરવાર નામનો શખ્સ કોઈ પણ જાતની ડીગ્રી વગર પોતાની ડોકટર તરીકેની ઓળખ આપી પ્રાઈવેટ ક્લિનિક ચલાવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી આ શખ્સ અંગે પૂછતાછ હાથ ધરતા તમામ હકીકત બહાર આવી હતી. પોલીસે આ શખ્સ પાસેથી રોકડ સહિત કુલ કિ.5730નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની અટક કરી હતી. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.