કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાનાં જન વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સલામતી માટે ભૂજ અને અંજાર તાલુકાનાં ગામડાઓમાં ડોર ટુ ડોર કેમ્પિંગનું આયોજન કરાયું

કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાનાં જન વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સલામતી માટે ભૂજ અને અંજાર તાલુકાનાં ગામડાઓમાં ડોર ટુ ડોર કેમ્પિંગનું આયોજન કરાયું છે. ત્યારે ભૂજ તાલુકાનાં ૨૯ ગામડા અને સ્લમ વિસ્તાર તથા અંજાર તાલુકાનાં ૧૦ ગામડા અને સ્લમ વિસ્તારમાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઘરેલુ હિંસા,બાળલગ્ન,દારૂ બંધી વગેરેનાં મુદ્દાપર જાગૃકતા તેમજ મહિલાઓ પર થતા અત્યાચારો ને રોકવાનાં અને મહિલા ઉત્થાન માટે સંસ્થા દ્વારા કાર્યક્રમો કરી માર્ગ દર્શન આપવામાં આવી રહ્યો છે. આ કાર્યમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન નાં આમદભાઈ સમેજા,જીજ્ઞેશભાઈ મહેશ્વરી, નિર્મલા નાથબાવા, જીન્નતબેન જોડાયા છે.