એ.સી.બી.સફળ ટ્રેપ : પાટણ એસીબીએ છટકુ ગોઠવી લાંચ લેતા આરોપિની કરી અટકાયત
આ કામના ફરીયાદીશ્રી સિવિલ એન્જીનિયર હોય અને ચાણસ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈસ્પેકશન આ કામના ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અને જેના બીલની ચુકવણી કરવા સારું આ કામના આક્ષેપિત નંબર-૧ ની ચેમ્બરમાં આક્ષેપિત ૧ તથા ૨ નાઓએ બીલની ચુકવણી કરવા સારું ટકાવારી પેટે લાંચના રૂ.૭૦,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય પાટણ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવાવામાં આવેલ અને ટ્રેપ દરમ્યાન ફરિયાદી પાસેથી આ કામના આક્ષેપિત નંબર-૨ નાએ હેતુલક્ષી વાતચીત કરી નંબર-૧ વતી રૂ.૭૦,૦૦૦/- લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઈ તેમજ આક્ષેપિત નંબર-૧ હાજર ન મળી આવી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત
આરોપી :-
(૧) સંજયભાઇ હાથીભાઈ પટેલ વર્ગ-૨ ચીફ ઓફિસર નગર સેવા સદન કચેરી ચાણસ્મા તા.ચાણસ્મા જીલ્લો. પાટણ
(૨) મનીષભાઈ બાબુભાઈ દેસાઈ ,
ઉ.વ.૨૯,
ધંધો:-મ્યુનીસીપલ ઈજનેર (કરાર આધારીત) નગર સેવા સદન કચેરી ચાણસ્મા તા.ચાણસ્મા જીલ્લો. પાટણ
લાંચની માંગણીની રકમ :-
રૂા. ૭૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલી રકમ :-
રૂા. ૭૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા. ૭૦,૦૦૦/-
ગુનાની તારીખ :-
તા. ૧૦/૧૦/ર૦ર૩