અંજારમાં 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

અંજારમાં 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ક્રિષ્ણાનગરમાં રહેતી 21 વર્ષીય માયાબેન વિશાલ આદિવાલ નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. 21 વર્ષીય માયાબેને ગત તા. 8/10ના રાતના અરસામાં પોતાનાં ઘરે હતા, તે સમયે તેઓએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.