ગાંધીધામમા 13 લાખનો ચેક પરત થતાં કોર્ટે આરોપીને છ માસની કેદ અને ચેકની રકમ ચૂકવવા અંગેનો આદેશ જાહેર કર્યો
copy image

ગાંધીધામમા 13 લાખનો ચેક પરત થતાં કોર્ટે આરોપીને છ માસની કેદ અને ચેકની રકમ ચૂકવવા અંગેનો આદેશ જાહેર કર્યો હતો. તેમજ જો આરોપી દ્વારા હૂકુમનુ પાલન કરવામાં ન આવે તો વધુ 30 દિવસની કેદની સજાનો હૂકુમ જાહેર કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર આ મામલે રમેશ માવજી સોરઠિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાંધીધામના ફરિયાદી રમેશ માવજી સોરઠિયાએ આરોપી રસિક ટપુભાઈ કોલીને વર્ષ 2016માં મિત્રતાના નાતે રૂા. 13 લાખ આપેલ હતાં જે પેટે અપાયેલો ચેક પરત ફરતાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલ ફરિયાદના આધારે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને છ માસની કેદ અને ચેકની રકમ ચૂકવવા તથા ન ચૂકવે તો વધુ 30 દિવસની કેદનો દંડ ફટકાર્યો હતો.