ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસામાં નુકસાન પામેલ રસ્તાઓ રિપેર બાબતે આવેલ ગ્રાન્ટનો અન્ય કામમાં ઉપયોગ થયો હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર ખાતે રજૂઆત કરાઈ

 

ચોમાસામાં નુકસાન પામેલ રસ્તાઓ રિપેર બાબતે આવેલ ગ્રાન્ટનો ભુજ નગરપાલિકા દ્વારા અન્ય કામમાં ઉપયોગ થયો હોવાના મામલે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી. ભુજ નગરપાલિકાને ઓક્ટોબર-22માં ચોમાસા દરમ્યાન નુકસાન પામેલ રસ્તાઓ રિપેર કરવા અંગે આઠ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી. જે કામ હજુ સુધી કરવામાં આવેલ નથી. ઉપરાંત ગ્રાન્ટ ફાળવણીની શરતો મુજબ ગ્રાન્ટનો ઉપયોગ ઉપલી કચેરીની તાંત્રિક-વહીવટી મંજૂરી સિવાય ફેરફાર કરી અન્ય જગ્યાએ શેરીઓ-નાના રસ્તાઓ, સી.સી. રોડ બનાવવામાં આવેલ છે. જે મામલે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે.