ઘરફોડીના બનાવમાં થયો વધારો : ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં બંધ મકાનના તાળાં તોડી 1.07 લાખની તસ્કરી થતાં ચકચાર
copy image

ઘરફોડીના બનાવમાં થયો વધારો થયો, ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં બંધ મકાનના તાળાં તોડી 1.07 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે જિજ્ઞેશગિરિ પ્રવીણગિરિ ગુંસાઈ દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી મકાન બંધ કરી હોસ્પિટલમાં ગયેલ હતા તે દરમ્યાન તસ્કરો રૂા. બંધ મકાનના તાળાં તોડી 1,07,500ની મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. આ મામલે મળેલ માહિતી મુજબ ગત રવિવારે તેઓ ઘરને તાળું મારી કોઈ કામ અર્થે હોસ્પિટલ ગયા હતા. ત્યાર બાદ તેમના પત્ની અને પુત્ર ઘરે પરત આવીને જોતાં ઘરનું તાળું તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું અને તમામ સરસામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો. રૂમમાં તપાસ કરતાં કબાટ પણ ખુલ્લો જોવા મળ્યો હતો. તસ્કરો કબાટની તિજોરી તોડી તેમાં રહેલા રોકડા રૂા. 20,000 તેમજ સોના અને ચાંદીના દાગીના સહિત કુલ 1,07,500નો મુદ્દામાલની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.