અબડાસા ખાતે સિંધોડીમાં પવનચક્કીમાંથી 16 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

અબડાસા ખાતે આવેલ મોટી સિંધોડી ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની એમ-450માંથી અંદાજિત 90 મીટર કોપર વાયર કિં. રૂા. 5850 તથા એમ-448માંથી અંદાજિત 162 મીટર કોપર વાયર જેની કિં. રૂા. 10,530 મળી કુલ રૂા. 16,380ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ મોટી સિંધોડી ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીમાંથી કુલ રૂા. 16,380ના વાયરની કોઈ ચોર ઈશમ તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. જે બનાવ અંગે જખૌ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.