ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં આધાર પુરાવા વગરના 1.20 લાખના પેટ્રોલિયમ પદાર્થ સાથે શખ્સ ઝડપાયો
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં કોઈ પણ આધાર પુરાવા વગરનો 1.20 લાખનો પેટ્રોલિયમ પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં કોઇપણ જાતના પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થનું વેંચાણ કરતા શખ્સને રૂા. 1,20,000નો 1500 લિટર પેટ્રોલિયમ પદાર્થ સાથે ઝડપી પોલીસે ઝડપી પાડ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એલ.સી.બી.ની ટીમને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી.એ કાર્યવાહી હાથ ધરી હતી. ધરવામાં આવેલ કાર્યવાહીમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ઉભેલા ટેન્કરની તપાસ કરાતા તેમાથી 1 લાખ 20 હજારનો 1500 લિટર પેટ્રોલિયમ પદાર્થ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.