મુન્દ્રામાં સતત ત્રીજાં વર્ષે નારી એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં કરાયું
મુન્દ્રામાં સતત ત્રીજાં વર્ષે નારી એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે મળતી માહિતી અનુસાર રોટરેકટ કલબ ઓફ મુંદ્રા દ્વારા સતત ત્રીજાં વર્ષે નારી એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવેલ હતું. આ એક્ઝિબિશનમાં 33 મહિલાઓએ કપડાં, જ્વેલરી, હોમમેડ આઇટમ, પ્રોડકટ તથા ખાણી-પીણીના સ્ટોલ તૈયાર કર્યા હતા. આયોજિત એક્ઝિબિશનનો મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રથમ મહિલા નગરઅધ્યક્ષા રચનાબેન પ્રણવભાઇ જોશીના હસ્તે શુભારંભ કરાયો હતો.