કચ્છના આરોગ્ય કેન્દ્રોની ખાલી જગ્યાઓની પૂરતી કરવા માટે 36 તબીબ ફાળવવામાં આવ્યા

કચ્છ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં કાયમી તબીબોની ખાલી જગ્યા પૂરવા માટે 36 જી.પી.એસ.સી. પાસ કરેલા તબીબ ફાળવવામમા આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર કચ્છના પી.એચ.સી., સી.એચ.સી. અને માંડવી અને અંજારની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યા પૂરવા માટે 36 તબીબોની ફાળવાળી કરવામાં આવેલ છે. આ તબીબોને હાજર થવાનો એક માસનો સમય આપવામાં આવેલ છે, તેથી કેટલા હાજર થશે તે અંગે કોઈ ચોક્કસ આંક રજૂ કરી શકાય નહીં.