મગફળી ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં મગફળીનો જથ્થો બળીને ખાખ : 25 વર્ષીય યુવાનનું મોત
copy image
ભુજ ખાતે આવેલ બંદરા ગામની સીમમાં મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગતાં 25 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ બંદરા ગામની સીમમાં મગફળી ભરીને પસાર થઈ રહેલી ટ્રકને વીજવાયર અડકતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં 25 વર્ષીય રણજીતાસિંહ ભીખુભા સોઢાનું મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત ગુરુવારે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અકસ્માતની ગોઝારી ઘટના બાદ વાહનમાં સવાર મજૂરો નીચે કૂદી ગયા હતા. જ્યારે બે બાળકોના પિતા રણજીતાસિંહનું મોત થયું હતું. આ અકસ્માતમાં આગ ફાટી નીકળતાં મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવ અંગે પધ્ધર પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.