રાપર ખાતે આવેલ ઘાણીથરમાં એક શખ્સ દ્વારા મહિલા પર લાકડી વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

  રાપર ખાતે આવેલ ઘાણીથરમાં એક શખ્સ દ્વારા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરાતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ ઘાણીથરમાં બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સે મહિલા ઉપર લાકડી વડે હુમલો કરેલ હતો. રાપર ખાતે આવેલ ઘાણીથરમાં રહેતા મહિલા તેમની દીકરી અને  પુત્ર સાથે ગત તા. 7/10ના પોતાના ઘરે હતા તે દરમ્યાન પાડોશમાં રહેતા મહિલા સાથે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ગત તા. 8/10ના સાંજના અરસામાં આ ફરિયાદી મહિલા અને તેમની દીકરી બજારમાંથી પરત આવી રહ્યા હતા તે સમયે આરોપી લાકડી લઇને તથા તેની પત્ની બાજુમાં ઉભી હતી. આરોપીએ મારી પત્ની સાથે બોલાચાલી કેમ કરી હતી તેમ કહી ફરિયાદી ઉપર લાકડી વડે હુમલો કરી મહિલાને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સૌ પ્રથમ પલાંસવા અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.