ભચાઉ પોલીસે 36 હજારના દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા
copy image
ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના ઇકબાલ ઉમર હજામ અને ઇસ્માઈલ ઉર્ફે મુન્નો ઉમર હજામ નામના શખ્સોએ પોતાના કબ્જાનાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની બોટલો 289 એમ કુલ કિ. 36,400ના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.