ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 59 હજારનો દારૂ ઝડપી પાડ્યો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કીડાણા ગામની સંભવ સોસાયટીમાં રહેતા નીતીનભાઈ ગંગાજીભાઇ પીંગલશૂર નામના શખ્સે પોતાના કબ્જાની સ્વિફ્ટ ગાડીમાં ગેર કાયદેસર રીતે વેચાણ અર્થે દારૂ રાખેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી આરોપી શખ્સના કબ્જાના મકાન આગળ રાખેલ સ્વિફ્ટ ગાડીની પાછળની સીટની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હતી. પોલીસે આ કારમાથી કુલ અલગ અલગ બ્રાન્ડની 84 બોટલ જેની કિ. 59,880નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.