ભુજ ખાતે આવેલ જાંબુડીમાંથી 25 હજારના દારૂ સાથે શખ્સને ઝડપી પાડતી પધ્ધર પોલીસ

copy image

copy image

ભુજ ખાતે આવેલ જાંબુડીમાંથી એક શખ્સને 25 હજારના દારૂ સાથે પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ ખાતે આવેલ જાંબુડીમાં કોઈ શખ્સ ગેરકાયદેર રીતે દારૂનું વેચાણ કરી રહયો છે. મળેલ બાતમીના આધારે દરોડો પાડી પદ્ધર પોલીસે રૂા. 25,200ના શરાબ સહિત કુલ રૂા. 45,200ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં આરોપી શખ્સ પાસેથી રૂા. 25,200ના દારૂ તથા મોબાઈલ અને મોટરસાઈકલ મળી કુલ 45,200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.