78 હજાર ઉધાર લીધા બાદ આપવામાં આવેલ ચેક પરત ફરતા ભાગી જનાર માધાપરના આરોપીને ફરિયાદીએ જાતે પકડીને પોલીસને સોંપ્યો
78 હજાર ઉધાર લીધા બાદ આપવામાં આવેલ ચેક પરત ફરતા લાંબા સમયથી વોરન્ટની બજવણી થવા ન દેવા તેમજ ભાગી જનાર માધાપરના આરોપીને ફરિયાદીએ જાતે પકડીને પોલીસને સોંપ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર આરોપીએ ચાર દિવસ માટે ઉછીના લીધેલા રૂા. 78 હજારના બદલામાં અપાયેલો ચેક પરત ફરતા ફરિયાદીએ આરોપી સામે નેગોશીયેબલ ધારા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમયથી વોરન્ટની બજવણી થવા ન દેવા સાથે ભાગી જનાર માધાપરના આરોપીને ફરિયાદીએ જાતે પકડીને પોલીસને સોંપ્યો હતો. ત્યાર બાદ અદાલતે આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કરતાં ચેકની પુરી રકમ ચુકવી દેવામાં આવતા આરોપીને મુક્ત કરાયો હતો.