હાજીપીર નજીક આવેલ કંપનીમાં બેલ્ટમાં ફસાઈ જતાં 20 વર્ષીય યુવાનનું મોત
copy image

હાજીપીર નજીક આવેલ કંપનીમાં 20 વર્ષીય યુવાન દેવેન્દ્રસિંહ તેજબહાદુરસિંહ ગૌડનું અકસ્માતે મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, હાજીપીરમાં આવેલી અર્ચન કંપનીમાં કામ કરતી સમયે આ યુવાન દેવેન્દ્રસિંહ કન્વેટ બેલ્ટમાં ફસાઈ ગયેલ હતો જેના કારણે ગળા તથા ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનને સારવાર હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ આગળની તપાસ આદરી છે.