મુંદ્રા ખાતે આવેલ નાના કપાયા નજીકથી 33 હજારના દારૂ સાથ એક શખ્સ ઝડપાયો : એક ફરાર

copy image

મુંદરા ખાતે આવેલ નાના કપાયા પાસે નેશનલ હોટેલ પાછળ આવેલ નદી પાસેથી પોલીસે 33,600નો દારૂ ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે. કોઈ શખ્સ કારમાં દારૂ ભરી હેરાફેરી કરવાની તૈયારીમાં છે. મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ સમયે બાતમી વાળી કાર આવતાં તેને અટકાવતા કારના ચાલકે મુંદરા પોર્ટવાળા માર્ગે પોતાની કાર હંકારી દીધી હતી ત્યાર બાદ નેશનલ હોટેલ નજીક કાચા રસ્તે કાર ઉતારી નદીના પટમાં મૂકીને બે શખ્સ નાસવા લાગ્યા હતા. જે પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતી. જ્યારે એક ઈશમ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ કારમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 મિ.લિ.ની 96 બોટલ કિંમત રૂા. 33,600નો શરાબ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.