નખત્રાણામાં પંક્ચર રિપેર કરાવવા ગયેલ વેપારીની કારમાથી રોકડ રૂ.90 હજાર તેમજ ટેબલેટ તથા છ ચેક બારોબાર સેરવી લેવાયા
copy image

નખત્રાણામાં એક વેપારીની કારમાથી 90 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર કારમાં પંક્ચર પડતાં પંક્ચર રિપેર કરાવવા ગયેલ વેપારીની કારમાં રાખેલ રોકડા રૂા. 90 હજાર, હિસાબના ચોપડા અને ટેબલેટ તથા છ ચેકની કોઈ શખ્સ તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નખત્રાણામાં શૈલેશ ખટાઉભાઈ ઠક્કર નામના વેપારીની કારમાં પંક્ચર પડતાં રિપેર કરાવવા ગયેલ હતા જ્યાં ગાડીમાથી થેલામાં પડેલા રોકડા રૂા. 90 હજાર, હિસાબના ચોપડા અને ટેબલેટ તથા છ ચેક કોઈ શખ્સે સેરવી લીધા હતા. આ મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.