આદિપુર ખાતે આવેલ કેસરનગર-3માં ઝેરી દવાની અસર થતાં 55 વર્ષીય આધેડનું મોત
copy image
આદિપુર ખાતે આવેલ કેસરનગર-3માં ઝેરી દવાની અસર થતાં 55 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુર ખાતે આવેલ કેસરનગર-3માં રહેતા 55 વર્ષીય પુરન સોનવાલ બાબુલાલ નામના આધેડને ઝેરી દવાની અસર થતાં સારવાર અર્થે સૌ પ્રથમ રામબાગ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં જતાં રસ્તામાં જ આ આધેડેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.