કંડલાથી તુણા બાજુ જતા માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

copy image

  કંડલાથી તુણા બાજુ જતા માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે બે યુવાનોના જીવ લીધા. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કંડલાથી તુણા બાજુ જતા માર્ગ ઉપર કન્ટેનર યાર્ડ પાસે વળાંક નજીક ડમ્પરે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગરમાં રહેતા બંને યુવાનો અહીં ખાનગી કંપનીમાં  કામ કરતા હતા. આ યુવકો સવારના અરસામાં તુણા બાજુ જઈ રહ્યા હતા. તે સમય દરમ્યાન કંડલાથી તુણા જતાં કન્ટેનર યાર્ડ નજીક વળાંક પાસે  સામેથી આવી રહેલા ડમ્પરએ આ બાઇકને હડફેટમાં લીધી હતી. ડમ્પરની અડફેટમાં આવી જતાં બંને યુવાનો બાઇક સાથે દૂર સુધી ઢસડાયા હતા, જેમાં એક યુવાનનું માથું ધડથી અલગ થઇ ગયું હતું તેમજ અન્ય એક યુવાન છુંદાઇ જતાં તેમના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. આ મામલે કંડલા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.