નખત્રાણામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તાલુકાના કેશ ક્રેડિટ કેમ્પમાં મહિલાઓના કલ્યાણ માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલ યોજનાઓનો લાભ લેવા માહિતગાર કરાયા

નખત્રાણામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તાલુકાના કેશ ક્રેડિટ કેમ્પમાં સરકારી અનેક યોજનાઓ મહિલાઓના કલ્યાણ માટે જાહેર કરાતા હવે મહિલાઓ ઘેરબેઠા આત્મનિર્ભર બની રોજગારી પ્રાપ્ત કરી શકે છે તે અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ હતી.  આયોજીત કેમ્પમાં 25 સખી મંડળોને રૂા. 59 લાખનું ધિરાણ તેમજ 31 સખી મંડળઓને રૂા. 66 લાખના મંજૂરી પત્રો મળી 56 સખી મંડળોને 1.25 કરોડની લોન આપવામાં આવેલ હતી. શ્રેષ્ઠ કામગીરી કરનાર 3 બેંક બ્રાન્ચ મેનેજર અને 2 બેંક સખીને સન્માનિત કરવામાં આવેલ હતા. ઉપરાંત  2 બીસી સખીને નિમણૂકપત્ર આપવામાં આવેલ હતા. આયોજિત કાર્યક્રમમાં મહિલાઓના કલ્યાણ માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.