અંજાર ખાતે આવેલ ભુવડ અને મથડા ગામને એસ.ટી. બસોનો સ્ટોપ મળતાં સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો
copy image

અંજાર ખાતે આવેલ ભુવડ અને મથડા પાટિયા નજીક એસ.ટી. બસોના સ્ટોપ મળતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર-મુન્દ્રા અને માંડવીના રૂટે જતી એસ.ટી. બસો ભુવડ અને મથડા પાટિયા નજીક ઉભી ન રહેવાના કારણે ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીવર્ગને ભારે મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો આમે આવી હતી. જેને લઈને ભુવડ ગ્રામ પંચાયત દ્વારા આ અંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સમક્ષ રજૂઆત કરવામાં આવતા સ્ટોપ આપવા સાથે બસો ઓવરબ્રીજના નીચે પસાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે બાબતે ધારાસભ્ય શ્રી છાંગા દ્વારા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.