ભચાઉ ખાતે આવેલ શિકરામાં ઐતિહાસિક કાગેશ્વર મંદિરે પદયાત્રીઓની સુવિધા માટેના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું
ભચાઉ ખાતે આવેલ શિકરા ગામમાં ઐતિહાસિક કાગેશ્વર મંદિરે પદયાત્રીઓની સુવિધા માટેના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અંગે મળેલ માહિતી અનુસાર કાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આશાપુરા માતાજીએ પગપાળા જતા પદયાત્રીઓને ઊંપયોગમાં આવે તે આશયથી 20 લાખના ખર્ચે તાત્કાલિક ડોમનું કામકાજ પૂર્ણ થતા યાત્રિકોની સુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. થોડા સમય અગાઉ બિપોરજોય વાવાઝોડાંમાં આ શેડ જમીનદોસ્ત બની ગયો હતો. દાતાઓના સહયોગથી જગ્યાના મહંત દેવગિરિ બાપુએ પુન: નવા શેડનું નિર્માણ કરાવ્યું હતું. આ ઐતિહાસિક કાગેશ્વર મંદિરે પદયાત્રીઓની સુવિધા માટેના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું.