ભુજ ખાતે આવેલ ગણેશનગરમાં બંધ મકાનના તાળાં તોડી 63 હજારની તસ્કરી થતાં ચકચાર

copy image

ભુજ ખાતે આવેલ ગણેશનગરમાં બંધ મકાનના તાળાં તોડી 63 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ ગણેશનગરમાં બંધ મકાનનાં તાળાં તોડી કોઈ શખ્સ રોકડ અને દાગીના સહિત 63 હજારની તસ્કરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે જયેન્દ્રસિંહ ભીમજી રાઠોડ દ્વારા ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી નવરાત્રી નિમિતે પૂજા-હવન કરવા ગયા હતા.તે સમયે, કોઈ ચોર ઈસમ તેમના બંધ મકાનનું તાળું તોડી ઘરના કબાટમાં રાખેલ દાગીના તેમજ રોકડા રૂા. 15000 સહિત અંદાજિત કુલ રૂા. 63,600ના મત્તાની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.