સામખિયાળીમાંથી ચાંદીના 490 સિક્કા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
copy image
સામખિયાળીમાં ચાંદીના સિક્કા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહીતી અનુસાર સામખિયાળીની સ્થાનિક પોલીસ જૂના બસ સ્ટેન્ડ નજીક વાહન તપાસમાં હતી ત્યારે તેઓએ બાઇક પર આવતા બે શખ્સો શંકાસ્પદ જણાતાં તેમને અટકાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ આ શખ્સો પાસે રહેલા પ્લાસ્ટિકના બેગની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી ચાંદીના 490 સિક્કા નીકળી પડ્યા હતા. બાઇક પર સવાર શખ્સોને સિક્કા અંગે પુરાવા મગાતા તે રજુ કરી શક્યા ન હતા. પોલીસે 43,800ના સિક્કા હસ્તગત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.