ભુજ ખાતે આવેલ નારાણપરમાંથી 48 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
copy image

ભુજ ખાતે આવેલ નારાણપર ગામમાં 48 હજારના દારૂ સાથે એક શખ્સને માનકુવા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ નારાણપર ગામમાં અંગ્રેજી દારૂની 120 બોટલ કિં. રૂા. 48000 સાથે આરોપી મનજી રાણાભાઈ મહેશ્વરીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નારાણપર ગામમાં મનજી રાણાભાઈ મહેશ્વરી નામના શખ્સે પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારનો દારૂ વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂની 120 બોટલ કિં. રૂા. 48 હજારના દારૂના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.