ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક ગોદામમાં આગ ભભૂકી ઉઠી

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં આવેલા એક ગોદામમાં આગ ભભૂકી ઉઠતાં ભારે નુકસાન થયું હતું. આ મામલે મળેલ માહિતી અનુસાર આ બનાવમાં રૂા. 3,20,511ની નુકસાની થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. મીઠીરોહર પાસે આવેલ નિર્મલા ફૂડસ એન્ડ ફ્લ્યુડસ પ્રા. લિમિટેડ કંપનીના ગોદામમાં ગત તા. 14/10ના વહેલી સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરતાં પાણીનો મારો ચલાવી ત્રણેક કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં તેલના 9,054 બોક્સ સળગી ગયેલ હતા, જેમાં રૂા. 3,20,511ની નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.