મુંદ્રા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ગેરહાજરીના મુદ્દે પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરાઈ
મુંદ્રા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ગેરહાજરીના મુદ્દે મુંદ્રા-બારોઈ નગરપાલિકા સદસ્ય ઈમરાન સલીમ જત દ્વારા પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ચીફ ઓફિસરની ગેરહાજરીની ફરિયાદ સાથે આ સિવાયના કનડતા પ્રશ્નનું પણ નિરાકરણ લાવવા નગરસેવક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત, સામાન્ય સભામાં સર્વાનુમતે ગેરકાયદેસર દબાણો હટાવવા પ્રસ્તાવ પારીત કર્યા હોવાના 1 માસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરમાં કચરાના ઢેર જોવા મળી રહ્યા છે. કોન્ટ્રાકટરો પર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે. કરવામાં આવેલ રજૂઆત મુજબ, લેન્ડ ગ્રેબિંગ કૌભાંડ સામેની કાર્યવાહી ગોકળગતિએ ચાલી રહી છે. આ તમામ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી છે.