અબડાસા ખાતે આવેલ વાયોરથી ઉકીરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
અબડાસા ખાતે આવેલ વાયોરથી ઉકીરની પાપડી વરસાદના કારણે એક એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયેલ છે. આ મામલે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ માર્ગ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. ઉપરાંત ગ્રામ પંચાયતને કોઈ જવાબ પણ આવતો નથી. વાયોરથી બાપાદયાળુ નગર ઉકીર શીતળા માતાજીના મંદિર તેમજ સુખપરથી હાઇ-વે સુધી જોડતો રસ્તો આ વિસ્તારના લોકો માટે ઘણો ઉપયોગમાં આવે છે, પરંતુ છેલ્લા એક દાયકાથી તંત્ર દ્વારા મરંમત કરવા મામલે ધ્યાન આપવામાં આવતું નથી. ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી છે.