ગાંધીધામમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા ફટકારી
copy image

ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં એક શખ્સને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ મામલે ગાંધીધામમાં મેસર્સ શુભમ ટ્રેડર્સ નામની પેઢી ચલાવનાર રાજકુમાર કિશોર રામનાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ આરોપી પ્રેમ એક્ઝિમ વિમલ અનમ નામની પેઢી ચલાવી રહ્યો છે. મિત્રતાના સંબધ નાતે ફરિયાદીએ આરોપીને રૂા. બે લાખ વગર વ્યાજે ઉધાર આપેલ હતા. જેના પેટે આપવામાં આવેલ ચેક પરત થતાં ફરિયાદીએ નોટિસ પાઠવી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદ તેમજ રૂા. 4 લાખ ફરિયાદીને 60 દિવસમાં પરત કરવા હુકમ જાહેર કર્યો હતો.