ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં વાડામાં રાખેલ જુવારના ચારા નીચેથી શરાબ ઝડપાયો
copy image
ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં એક વાડામાંથી વેચાણ અર્થે રાખેલ દારૂ પોલીસે ઝડપી ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી હજાર મળ્યો ન હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં એક વાડામાં જુવારના ચારા નીચેથી પોલીસે રૂા. 7,100નો શરાબ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં પરશુરામ સોસાયટી સામેના વિસ્તારમાં રહેતો પ્રવીણ કાનજી કોળી નામના શખ્સે પોતાના કબ્જાના વાડામાં વેચાણ દારૂ મગાવેલ અને તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી વાડામાં રાખેલા જુવારના ચારાને હટાવી જોતાં નીચેથી દારૂ નીકળી પડ્યો હતો. આ જ્ગ્યાએથી પોલીસે કુલ રૂા. 7,100નો શરાબ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.