અંજારમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું મોત
copy image
અંજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે નાગલપર બાયપાસ રોડ પર ટ્રકે હડફેટમાં લેતાં ચંદિયાના યુવાનનું મોત થયું હતું. અંજાર ખાતે આવેલ ચંદિયા ગામના દીપક આહીર નામના યુવક સાથે ગત તા. 18-10ના આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા 18ના આ યુવાન બાઇક લઇને કામ અર્થે અંજાર જઈ રહ્યો હતો. સ્વામિનારાયણ મંદિર નજીક નાગલપર બાયપાસ રોડ પર પહોંચતા ટ્રકએ બાઇકને હડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.