અબડાસા ખાતે આવેલ જખૌની સીમના ખેતરમાંથી 1.60 લાખના તલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
અબડાસા ખાતે આવેલ જખૌની સીમના ખેતરમાંથી 1.60 લાખના તલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આ મામલે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ જખૌની સીમના ખેતરમાંથી કોઈ શખ્સ રૂા. 1,60,000ના તલની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતો. જે મામલે ફરિયાદ નોંધાઈ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, જખૌ સીમમાં આવેલ ફરિયાદી પૃથ્વીરાજસિંહ ખેંગારજી જાડેજાના ખેતરમાં રાખેલ કિં. રૂા. 1,60,000ના તલની છ બોરીની કોઈ ચોર ઈસમ ચોરી ગયેલ હતો. આ મામલે જખૌ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.