અંજાર ખાતે આવેલ વરસામેડીમાં વેપારી સાથે 42 લાખની છેતરપિંડીથી થતાં ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ વરસામેડીની સીમમાં વિહાન ટિમ્બરમાંથી ઉત્તરપ્રદેશના બે શખ્સો દ્વારા વેપારી સાથે 42 લાખની ઠગાઈ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી મુજબ અંજાર ખાતે આવેલ વરસામેડીની સીમમાં વિહાન ટિમ્બરમાંથી ઉત્તરપ્રદેશના બે શખ્સો દ્વારા રૂપિયા 45.34 લાખનો માલ મંગાવવામાં આવેલ હતો. જે પૈકી 3 લાખ ચુકવ્યા બાદ બાકીની રકમ ન ચૂકવી વેપારી સાથે છેતરપીંડી આચરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા.4/8/22 ના આ બનાવ બન્યો હતો. મૂળ હરિયાણા અને હાલે ગોલ્ડનપાર્ક, મેઘપર બોરીચીમાં રહેતા લાકડાના વેપારી રોહિતભાઈ રોશનલાલ બંસલ નામક વ્યક્તિ  અહીં વરસામેડી સીમમાં વિહાન ટીમ્બર નામની લાકડાની લાતી ધરાવે છે.ફરિયાદી સાથે ઉતરપ્રદેશના હમીરપુરના પ્રદીપકુમાર ગોયલ અને તેમના ભાઈ અરાવિંદકુમાર ગોયલએ છેતરપીંડી આચરી  હતી. આ પૈકી પ્રદીપકુમારએ રૂ. 30,50,964 નો માલનો ઓર્ડર આપેલ હતો. ઉપરાંત અરવિંદકુમારે 14,83,573 નો માલ મંગાવેલ હતો. જે પૈકી રૂપિયા 3 લાખનું ચુકવણું કરેલ હતું. જ્યારે બાકીની રકમ ચૂકવી ન હતી. વેપારીએ આ બન્ને ભાઈઓ પાસે અવાર નવાર નાણાંની માંગણી કરવા છતાં પણ તેઓએ રૂપિયા આપ્યા ન હતા. જેથી આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.