ભુજ ખાતે આવેલ ચપરેડીમાં 19 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

suicide

copy image

ભુજ ખાતે આવેલ ચપરેડીમાં 19 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ ચપરેડીમાં 19 વર્ષીય કૃપાલીબેન કાનજીભાઈ ચાડ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી મુજબ ભુજના ચપરેડીમાં રહેતી મૃતક કૃપાલી ગત સોમવારે સવારના અરસામાં પોતાના ઘરે હતી તે દરમ્યાન કોઈ અગમ્ય કારણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી પદ્ધર પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.