મુંદરા ખાતે આવેલ સમાઘોઘામાં 23 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

suisaid

copy image

મુંદરા ખાતે આવેલ સમાઘોઘામાં 23 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મુંદરા ખાતે આવેલ સમાઘોઘામાં 23 વર્ષીય નયનાબા હિતેન્દ્રસિંહ જાડેજા એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં રસ્સી વડે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. 23 વર્ષીય પરિણીતાએ કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું તે અંગેની મુંદરા પોલીસે તપાસ આરંભી છે.