મુન્દ્રામાં જૂના ઝગડા નું મન દુખ રાખી એક વૃદ્ધ પર પ્રાણ ઘાતક હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

humlo

મુન્દ્રામાં જૂના ઝગડા નું મન દુખ રાખી એક વૃદ્ધ પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.  આ મામલે મળેલ માહિતી અનુસાર મુન્દ્રામાં વાડીના મુદ્દે થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી આરોપીઓએ ઘાતક હથિયારો વડે જેઠાભાઈ વીરાભાઈ પાતારિયા નામના વૃદ્ધ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ  કર્યો હોવાથી મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર, પાંચ માસ અગાઉ ફરિયાદી જેઠાભાઈ વાડી પર કામ કરી રહ્યા હતા તે દરમ્યાન આરોપી ગુલામભાઈ આમદભાઈ સાથે વાડીમાં રેતી ઉપાડવા મુદ્દે ઝઘડો થયેલ હતો ત્યાર બાદ આરોપીના બે પુત્ર પણ અવાર  નવાર ધાકધમકી કરી રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેઠાભાઈ વાડી પર શેઢાનું કામ કરી હતા તે સમયે આરોપીના પુત્રો મોટરસાઈકલ પર આવી ઝઘડો કરેલ હતો અને અમારા પિતાને લઈ આવીએ છીએ તેમ કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને થોડીવાર બાદ પિતા ગુલામભાઈ સાથે આવી ફરિયાદી પર ધારિયા, લોખંડના પાઈપ તથા લાકડાના ધોક વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલ હતો,  હુમલો કરતાં રાડારાડી થતાં વાડી પર કામ કરતા જેઠાભાઈના ભાઈ રાયશી તથા પૌત્ર દીપક તે સ્થળે દોડી આવ્યા હતા. જેને જોઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદીને સૌ પ્રથમ સારવાર માટે 108 મારફતે મુંદ્રા અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. પોલીસે આ મામલે  ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી છે.