અબડાસા ખાતે આવેલ છાડુરા નજીક સર્જાયેલ અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત
copy image
અબડાસા ખાતે આવેલ છાડુરા નજીક સર્જાયેલ અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત થયું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ છાડુરા નજીક માર્ગ પર કારની અડફેટે બાઇકસવાર યુવકનું મોત થયું હતું. મળેલ માહિતી મુજબ 23 વર્ષીય વસંત નાથા કોળી મોટરસાઇકલથી રામપર થી અબડા તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન પુર ઝડપે આવતી બોલેરો ગાડીએ હડફેટે લેતાં આ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત યુવકને નલિયા સીએચસી ખાતે લઇ જવામાં આવેલ હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.