નખત્રાણા માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા હોવાથી લોકોમાં અકસ્માતનો ભય
નખત્રાણામાં માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા હોવાથી લોકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. નખત્રણાના લોકો ઉપરાંત તાલુકા મથકે આવતા બહારગામના લોકો કનડતી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બની ચૂક્યા છે. વિશ્વકર્મા માર્કેટથી આશાપુરા મંદિર સુધીના રસ્તા પર લિગ્નાઈટ, સીમેન્ટ, તથા નમકના ઓવરલોડ ટ્રક, ટ્રેલરની સતત અવર જવરના કારણે માર્ગમાં ખાડા સર્જાયા છે. જે ક્યારેક દ્વિચક્રી તથા કાર જેવા વાહનો માટે અકસ્માત સર્જી શકે છે. આ માર્ગમાં પર સર્જાયેલ ખાડાનું તુરંત મરંમત કરાવવા બાબતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.