રાપર ખાતે આવેલ સઇમાં એક પરિણીતાનું દાઝી જવાથી મોત

copy image

 રાપર ખાતે આવેલ સઇમાં એક પરિણીતા દાઝી જતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ સઇમાં રમીલાબેન ખેંમા મેઘવાળ નામની યુવાન પરિણીતા દાઝી જતાં તેમનું મોત થયું હતું. આ યુવાન  પરિણીતાને ગત દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરેલ હતા. આ બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.