ભુજમાં જમીન બાબતેની જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોધાઈ
ભુજમાં જમીન બાબતેની જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર આરોપી શખ્સોએ જમીન બાબતે થયેલ બોલા ચાલીનું મનદુ:ખ રાખી ભુજના લાલ ટેકરી વિસ્તાર પાસે આવેલ ચાની દુકાન પર બેઠેલા ફરિયાદી પર કાર ચડાવાનો પ્રયાસ કરેલ હતો. પોતાનો બચાવ કરવા ફરિયાદી ભાગ્યો હતો. ત્યારે આરોપીઓએ કારમાંથી ઊતરી યુવક પર છરી વડે હુમલો કરેલ હતો, જેમાં ઈજાઓ પહોંચતા યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.