NCERT પેનલની ભલામણ: પુસ્તકોમાં INDIA ની જગ્યાએ હવે ‘ભારત’ લખવામાં આવશે.

G20 સમિટ 2023 વખતે દેશનું નામ બદલવા માટે ખુબ ચર્ચાઓ થઈ હતી. એવું કહેવાયું કે INDIA ની જગ્યાએ હવે ‘ભારત’ લખવામાં આવશે. રાષ્ટ્રપતિએ જી20ના આમંત્રણમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખીને મોકલ્યું. પછી જી20 સમયે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમપ્લેટ ઉપર પણ ભારત લખેલું જોવા મળ્યું. ત્યાર પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારે પણ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે એવું કઈ બન્યું નહીં. હવે શાળાના પુસ્તકોમાં ઈન્ડિયા ની જગ્યા એ ભારત લખવામાં આવે આ નામ બદલવા માટે ભલામણ કરવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ની હાઈ લેવલ કમિટીએ આ ભલામણ કરી છે. NCERT ના પુસ્તકોમાં હવે બાળકો ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ ભણશે.
NCERT પેનલના અધ્યક્ષ સી આઈ ઈસાકે કહ્યું કે શાળાના પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવાનો પ્રસ્તાવ થોડા સમય પહેલા જ રાખવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને હવે સ્વીકારી લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં પ્રાચિન ઈતિહાસના સ્થાન પર ક્લાસિકલ હિસ્ટ્રી શરૂ કરવાની ભલામણ કરી. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની તેના તમામ પાઠ્યપુસ્તકોમાં “INDIA” શબ્દને બદલવાની યોજના છે. NCERT પેનલે ભલામણ કરી છે કે પાઠ્યપુસ્તકોમાં હિંદુઓની જીત અને ભારતીય ઇતિહાસ તેમજ સંસ્કૃતિમાં યોગદાનને પ્રકાશિત કરવામાં આવે. આમાં પ્રાચીન હિંદુ સામ્રાજ્યો, હિંદુ ફિલસૂફી અને હિંદુ કલા અને સ્થાપત્ય જેવા વિષયોનો સમાવેશ કરવામા આવે.