ગુજરાતમાં TDOની સામૂહિક બદલી અંતર્ગત કચ્છમાં વિવિધ તાલુકા અને જિલ્લા મથકે ફરજરત 14 TDOની બદલી અને નિમણૂક.

ગઈકાલે દશેરાના પાવન પર્વે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 164 તાલુકા વિકાસ અધિકારીઓની રાજ્યમાં સામૂહિક બદલી કરી છે જે અંતર્ગત કચ્છમાં 14 જણની બદલી અને નિમણૂક થઈ

  1.  ભુજના TDO વિજેસિંહ ચંદનસિંહ પરમારની સુરેન્દ્રનગરના લખપત ખાતે બદલી કરાઈ છે અને તેમના સ્થાને આણંદના તારાપુરના એ.એચ. ઘાસુરાની નિમણુક થઇ
  2. માંડવીના શનાભાઇ એમ. કોલચાની પંચમહાલના  ઘોઘંબા ખાતે બદલી કરાઈ છે અને તેમના સ્થાને બનાસકાંઠાના લાખણીના શામળાભાઈ હડમતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી
  3. અબડાસાના TDO હસમુખ ચંદુભાઈ રાઠવાની દાહોદના ગરબાડા ખાતે બદલી કરાઈ છે અને તેમના સ્થાને વડોદરાના બી. એન. ચૌધરી ની નિમણૂક કરવામાં આવી.
  4.  રાપરના TDO ખોડીદાસ વાલજીભાઈ મોઢેરાની આણંદના તારાપુર ખાતે બદલી કરાઈ છે અને તેમના સ્થાને મુન્દ્રાના એ. આર. ત્રિવેદીની નિમણૂક
  5. અરવલ્લીના મોડાસાના ગૌરવકુમાર મગનભાઈ પટેલની મુન્દ્રાના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક.
  6. અરવલ્લીના પાયલબેન ભરતભાઈ ચૌધરીની અંજાર  TDO તરીકે નિમણૂક.
  7. ગાંધીધામના પિન્કીબેન કાનજીભાઈ ચૌધરી ની સાબરકાંઠાના વડાલી ખાતે બદલી કરાઈ છે તેમના સ્થાને પાટણના સિદ્ધપુરના સુનિલભાઈ લાલજીભાઈ ચૌધરી ની નિમણૂક
  8. કચ્છ જિલ્લા પંચાયતમાં વિસ્તરણ અધિકારી ખેતી તરીકે ફરજ બજાવતા રિદ્ધિબેન જયંતીભાઈ પટેલની હંગામી ધોરણ ટી.ડી.ઓ. તરીકે બઢતી કરાઈ રાજકોટના કોટડા સાંગાણીમાં બદલી.
  9. કચ્છ જિલ્લા પંચાયતમાં ચીટનીસ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા તેજલબેન જગતસિંહ વાઘેલાની મહેસાણા ના બેચરાજી ખાતે બદલી કરવામાં આવી.