ચેક પરત ફરતા માંડવીના રામપર-વેકરાના વેપારીને કોર્ટે કેદની સજા ફટકારી

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં માંડવીના રામપર-વેકરાના વેપારીને કોર્ટે એક વર્ષની કેદની સજા કરતો આદેશ જાહેર કર્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ જામથડાના દેવજીભાઇ શિવજીભાઇ સંજોટે ચેક પરત થતાં રામપર-વેકરાના વેપારી રવજી લખમશી મેરિયા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જેમાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ રૂા. 5000નો દંડ અને રૂા. 1,88,010 વળતરનો હૂકુમ જાહેર કર્યો હતો. તેમજ દંડની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ 10 દિવસની કેદની સજા ફટકારી છે.