ગાંધીધામમાં 45 વર્ષીય મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો
ગાંધીધામના સેક્ટર-1એ વિસ્તારમાં 45 વર્ષીય મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહીતી અનુસાર ગાંધીધામમાં આવેલ સેક્ટર-1એના પ્લોટ નંબર 200માં રહેનાર હિનાબેન પટેલ નામના 45 વર્ષીય મહિલાએ ગત તા. 30/10ના પોતાના ઘરે ઝેરી દવાની ગોળીઓ ખાઇ જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં આ મહિલાને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.