copy image

દહીંસરા-કેરા માર્ગ પર બાઇકને બોલેરો ચાલકે અડફેટે લેતા યુવાનનું મોત

copy image

 

દહીંસરા-કેરા માર્ગ પર બાઇકને બોલેરો ચાલકે અડફેટે લેતા 34 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ માર્ગ જર્જરિત હાલતમાં હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર સવારના અરસામાં આ યુવાન પોતાના કબ્જાની બાઇક લઇને તેની પાછળ બેઠેલા તેના ભાઇ મજીદ સાથે જઇ રહ્યા હતા, તે દરમ્યાન દહીંસરા-કેરા માર્ગ નજીક બોલેરો ગાડીના ચાલકે પૂરઝડપે બેદરકારીથી બોલેરો ચલાવી બાઇકને ટક્કર મારતાં 34 વર્ષીય મજીદને ગંભીર ઇજા પહોંચવાના કારણે તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતો.પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.